આજકાલ લગ્ન કરતા પહેલા યુવક યુવતી એકબીજા ને મળે અને એકબીજા ને સમજે એ ખુબ જ જરૂરી છે.તો એકબીજાની લાઇકીંગ, હોબીઝ, નેચર, લાઈફનું વિઝન, કેરીઅર વિઝન જેવી ઘણી બાબતો વિષે ખ્યાલ આવે. એના માટે એકબીજાની સાથે કોમ્યુનિક્શન કરવું પડે, એકબીજાને મળવું પડે. કોફી શોપ માં આવી મિટિંગોનો માહોલ ચાલતો હોય છે. આવી મિટિંગોમાં સેટિસ્ફેક્શન આવે તો તમે આગળ એક સ્ટેપ વધી શકો અને તમારી ચોઈસની વ્યક્તિને તમારા ફેમિલી સાથે મુલાકાત કરાવી શકો. પરંતુ આ મુલાકાત પહેલા તમારા સાથીને તમારા ફેમિલી વિષે માહિતગાર કરો. તમારા ફેમિલી વેલ્યુઝ વિષે જણાવો અને તમારા ફેમિલી મેમ્બર્સનું તમારી લાઈફમાં શું ઈમ્પોર્ટન્સ છે એ પણ સાથે સાથે જણાવો, જેથી તમારા સાથી તમારા ફેમિલી સાથે મળતી વખતે એક કમ્ફર્ટ ઝોનમાં રહી શકે. એમની થોટ પ્રોસેસ્ સમજી ને વાત કરી શકે.
13-02-2023
13-02-2023
13-02-2023
13-02-2023
18-01-2023
18-01-2023
18-01-2023