Welcome to VivaahMarriage.com!!!
VivaahMarriage.com is a online portal which provide matrimonial matchmaking to our register member. Below are terms and conditions to agree by member to access website.
VivaahMarriage.com can modify terms and conditions time to time.
The prospective candidate’s desires to be registered as a member with Vivaah Marriage Bureau (hereinafter referred to as vivaahmarriage.com) must fulfil following criteria:
By agreeing to these Terms of Use and consent form, you are expressly agreeing to access information such as First name, Last name, Full Name, DOB, Contact Details, Addresses, Gender and any of the Govt issued ID numbers ("Credit Information") and unconditionally giving consent to providing the same to vivaahmarriage.com through CIC tools, algorithms and devices
VivaahMarriagei.com shall access your Credit Information as your authorized representative and vivaahmarriage.com shall use the Credit Information for limited End User Permitted Purpose consisting of and in relation to the services proposed to be availed by you from VivaahMarriage.com The CIC and VivaahMarriagei.com agree to protect and keep confidential the Credit Information
The following is an indicative list of the kind of Content that are illegal or prohibited on the Site. VivaahMarriagei.com will investigate and take appropriate legal action in its sole discretion against anyone who violates this Agreement, including without limitation, removing the offending communication/Content from the Service and terminating the Membership of such violators without a refund:
You cannot post, distribute, or reproduce in any way any copyrighted material, trademarks, or other proprietary information without obtaining the prior written consent of the owner of such proprietary rights. Without limiting the foregoing, if you believe that your work has been copied and posted on the VivaahMarriage.com service in a way that constitutes copyright infringement, please provide us.
Notice of claims of copyright infringement can be sent to us in writing to the Surat address located under the Help/Contact section on the site.
You are solely responsible for your advertisement/communications with other VivaahMarriage.com Members. vivaahmarriae.com specifically disclaims any responsibility or liability for any transactions or interactions between the members inter-se.
Use of the VivaahMarriage.com Site and/or the VivaahMarriage.com Service is governed by our Privacy Policy and follow guidelines to protect your privacy. Link must be https:/vivaahmarriage.com/index /privacy policy.
VivaahMarriage.com reserves right with regard to all content of this site and include text, graphics, logos, button icons, images, audio clips, digital downloads, data compilations, software etc. which is the exclusive property of VivaahMarriage.com and is protected by all laws for the time being in force anywhere on this planet. Any one infringing the same will have to face consequences.
All marks including logos, Images, page headers etc. are registered trademark of VivaahMarriage.com and anyone using without written permission is liable for legal action.
Persons has a limited right of access and only registered candidates can access required information as per the privilege given by VivaahMarriage.com However no one can resale, duplicate, copy or reproduce content of this site and use as commercial purpose which will tantamount to legal action.
All candidates should preserve their user ID and pass word secretly and VivaahMarriage.com will not be responsible for misuse of their password being misused by any third party.
It is the sole responsibility of candidates to talk with opposite candidates if found proper and VivaahMarriage.com will not interfere with such matters. Thus two groups of candidates will interact with each other on their own without help and support of VivaahMarriage.com. Candidates will inquire the authenticity of the profile before selecting life partner.
However if a candidates requires any help from VivaahMarriage.com, the same will be provided at nominal charge. In that case VivaahMarriage.com will try to match best life partner of your interest.
VivaahMarriage.com reserves rights to provide information of candidates according to its availability. In case of insufficient candidates at any time of their age group/ liking, VivaahMarriage.com will not be responsible for the same.
The membership is available for 1 year or 6 months with a non-refundable fee and subject to renewal every year on payment of prescribed fees.
Any person relying on advertisement or candidates profile will have to make independent enquiry and VivaahMarriage.com does not agree the views and contents therein.
VivaahMarriage.com collects information from its clients primarily to ensure that it can be able to fulfil candidates requirements and to ensure assisted experience.
VivaahMarriage.com has made procedure that each candidates should give preferably both mobiles and landline number.
The candidate’s information are kept secured and confidential by VivaahMarriage.com with utmost care and responsibilities. However VivaahMarriage.com denies the responsibilities if the candidate’s information is captured by unauthorized users by any means or leakage of information due to technical fault.
All candidates assures VivaahMarriage.com to indemnify any loss or damage caused to VivaahMarriage.com or its employee, representatives or any other persons for using website or submitting misleading information, violating terms of the agreement.
VivaahMarriage.com always endeavour candidates for availabilities of its site continuously and error free without break but for any reason the site is not is not available or under maintenance or there occurs interruption in the site, VivaahMarriage.com disowns responsibilities. vivaahmarriage.com does not endorse accuracy, authenticity, reliability of the information displayed or uploaded or downloaded or used anywhere else.
VivaahMarriage.com undertakes utmost care of all its candidates and any complaints regarding its services can be done by using online support. VivaahMarriage.com always endeavour to solve their problems but in case of unavoidable circumstances or VivaahMarriage.com feels the complaint as unreasonable, it will not be attended. The candidates will abide by it.
This site is subject to Surat Jurisdiction.
VivaahMarriage.com માં આપનું સ્વાગત છે
VivaahMarriage.com એક ઓનલાઈન પોર્ટલ છે જે અમારા રજિસ્ટર મેમ્બરને મેટ્રિમોનિયલ મેચમેકિંગ પ્રદાન કરે છે.
મેમ્બર દ્વારા વેબસાઇટ ઍક્સેસ કરવા માટે સંમત થવાના નિયમો અને શરતો નીચે છે. VivaahMarriage.com સમયાંતરે નિયમો અને શરતોમાં ફેરફાર કરી શકે છે.
વિવાહ મેરેજ બ્યુરો (જે VivaahMarriage.com તરીકે ઓળખાય છે) માં મેમ્બર તરીકે નોંધણી કરાવવા માટે પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટએ નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:
1. VivaahMarriage.com સંબંધિત જીવનસાથી શોધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
2. VivaahMarriage.com એ ડેટિંગ સાઇટ નહીં, પણ જીવનસાથી શોધવાનું એક સીરીયસ મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ છે.
3. છોકરી અને છોકરા માટે લઘુત્તમ ઉંમર અનુક્રમે 18 વર્ષ અને 21 વર્ષ હોવી જોઈએ અને કાનૂની કરારમાં પ્રવેશવા માટે પ્રતિબંધિત ન હોવી જોઈએ.
4. સારું અને સંસ્કારી ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા ફેમિલીના હોવા જોઈએ.
૫. કેન્ડિડેટ ગુજરાતી હોવું આવશ્યક છે. (પરંતુ અમે રેફરન્સના આધારે મારવાડી, અગ્રવાલ, મહારાષ્ટ્રીયન, મહેશ્વરી, રાજસ્થાની, પંજાબી અને સિંધી પ્રોફાઇલ લઈએ છીએ)
૬. બધી ડિટેઈલ્સ સાથે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું આવશ્યક છે.
૭. VivaahMarriage.com એક ફ્રી વેબસાઈટ છે, પરંતુ અમે પેઇડ સર્વિસિસ પણ પ્રોવાઈડ કરીએ છીએ જેમાં અમે યુવક/યુવતીના પ્રોફાઇલ્સને પ્રમોટ કરીએ છીએ. અમારી વેબસાઈટ પર જે બીજા કેન્ડિડેટને દેખાય છે. અમારા આસિસ્ટેડ લેવલ પર ઇમેઇલ, વોટ્સએપ અને કૉલ્સ દ્વારા અન્ય કેન્ડિડેટને યુવક/યુવતીની પ્રોફાઇલો સુચવીએ છે. જો જરૂર હોય તો VivaahMarriage.com ના નામથી જાહેરાત પણ આપીએ છે.
૮. VivaahMarriage.com ની સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારું વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
૯. VivaahMarriage.com એ વ્યક્તિઓ માટે છે જેઓ લગ્નમાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવે છે અને કાયદાનું પાલન કરવા માટે કાયદેસર રીતે સક્ષમ છે.
૧૦. અમારી સાથે રજીસ્ટ્રેશન સમયગાળા દરમિયાન તમારા ઓળખપત્ર અથવા તમારા લોગિન એકાઉન્ટની ગોપનીયતા જાળવવામાં આવશે. જો કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ કરવામાં આવે તો તમે અમને તાત્કાલિક જાણ કરવા માટે સંમત થાઓ છો.
૧૧. આ નિયમો અને શરતો તમે અમારી સર્વિસનો ઉપયોગ કરો છો ત્યાં સુધી લાગુ રહેશે.
૧૨. તમે મેમ્બરશીપ પ્લાન પસંદ કરો તે મુજબ તમને સર્વિસ મળશે.
૧૩. VivaahMarriage.com ઈન્ડિવિડ્યુઅલ મેમ્બર માટે તેમના મેટ્રિમોનિયલ સર્ચ ને પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ સાઇટનો ઉપયોગ ફક્ત રીલવન્ટ કેન્ડિડેટો દ્વારા થવો જોઈએ, અન્ય કોઈ વ્યવસાય, સંસ્થા, અન્ય લગ્ન સંબંધી કંપની દ્વારા નહીં.
૧૪. VivaahMarriage.com નો ગેરકાયદેસર અથવા અનધિકૃત ઉપયોગ થવા પર તેની તપાસ અને સિવિલ, ફોજદારી અને મનાઈ હુકમનામું હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
૧૫. VivaahMarriage.com પાસે દરેક કેન્ડિડેટની પ્રવૃત્તિ અને સ્થિતિ તપાસવાનો એકમાત્ર અધિકાર છે અને સમીક્ષાના આધારે સર્વિસ બંધ પણ કરી શકે છે.
૧૬. VivaahMarriage.com પર રજિસ્ટ્રેશન કર્યા પછી, તમે અમને ખાતરી આપી રહ્યા છો કે તમને VivaahMarriage.com તરફથી Emails, WhatsApp અથવા કૉલ્સ પ્રાપ્ત કરવામાં કોઈ વાંધો નથી.
૧૭. એક વ્યક્તિ માટે ફક્ત એક જ એકાઉન્ટ માન્ય છે. અલ્ટીમેટમ વિના, એકથી વધુ એકાઉન્ટ બનાવી લેવામાં આવશે તો એવી તમામ મેમ્બરશીપ રદ કરવામાં આવશે.
૧૮. તમે ખાતરી આપો છો કે તમારા પ્રોફાઈલમાં આપેલી તમારી વ્યક્તિગત અને વ્યાવસાયિક સહિતની બધી માહિતી સાચી અને સચોટ છે.
૧૯. સૂચિત કરવામાં આવે છે કે અમારી સાથે રજીસ્ટર કરાવનાર કોઈપણ કેન્ડિડેટ આ વેબસાઇટ પર લખેલા નિયમો અને શરતો, પ્રાયવસી પોલિસી અને અન્ય તમામ માહિતીનું પાલન કરે છે. VivaahMarriage.com કોઈપણ ડિફોલ્ટર કેન્ડિડેટ સામે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.
20. પ્રોફાઇલની માહિતી તમારા ઈન્ડિપેન્ડન્ટ સોર્સમાંથી ચકાસવું આવશ્યક છે.
૨૧. કેન્ડિડેટ પોતાની માહિતી માટે સંપૂર્ણપણે જવાબદાર છે જે અન્ય પક્ષને ગેરમાર્ગે દોરી જાય એ માટે VivaahMarriage.com ખોટી માહિતી માટે જવાબદાર નથી.
૨૨. ત્રીજા પક્ષને કોઈપણ માહિતી જાહેર કરવા પર સખત પ્રતિબંધ છે..
૨૩. મેમ્બરશીપ ફી ટ્રાન્સફર કરી શકાય તેવી નથી.
૨૪. JPGE/PNG ફોર્મેટમાં યોગ્ય ફોટોગ્રાફ અપલોડ કરવું જોઈએ અને કન્ટેન્ટ અપમાનજનક, નિંદાત્મક, અશ્લીલ, જાતીય લક્ષી, અપવિત્ર, ડરાવનારી, ગેરકાયદેસર અથવા બૌદ્ધિક સંપદા અધિકારો સહિત કોઈપણ વ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘન કરતી ન હોવી જોઈએ.
૨૫. VivaahMarriage.com કોઈપણ દુષ્કર્મ અથવા અનધિકૃત પ્રવૃત્તિના આધારે મેમ્બરનું એકાઉન્ટ ડીએક્ટિવ પણ કરી શકે છે.
૨૬. તમારી પ્રોફાઇલની પ્રામાણિકતા દર્શાવવા માટે, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અથવા અન્ય કોઇ માન્ય સરકારી દસ્તાવેજની નકલ સબમિટ કરવાની ભલામણ કરવામાં આવે છે.
૨૭. તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારું ડિગ્રી પ્રમાણપત્ર, નોકરી સંબંધિત દસ્તાવેજો, બીજા લગ્નના કેસમાં છૂટાછેડાનું પ્રમાણપત્ર અથવા જીવનસાથીના અવસાનના કેસમાં મૃત્યુ પ્રમાણપત્ર સબમિટ કરો. આ દસ્તાવેજો પ્રોફાઇલને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવામાં મદદ કરશે.
૨૮. તમે સમજો છો અને સંમત થાઓ છો કે VivaahMarriage.com પર અપલોડ કરેલી અથવા અન્ય સભ્યને વ્યક્તિગત રીતે મોકલેલી તમારી તમામ માહિતી, ફોટા, ડોક્યુમેન્ટ્સ અથવા અન્ય કોઈપણ માહિતી માટે તમે અને તે સભ્ય વ્યક્તિગત રીતે જવાબદાર છો.
૨૯. VivaahMarriage.com કેન્ડિડેટ દ્વારા અપલોડ કરાયેલ માહિતીનો નિયંત્રણ નથી રાખતું અને આવી માહિતીની ચોકસાઈ, પ્રામાણિકતા કે ગુણવત્તા માટે કોઈ ગેરંટી આપતું નથી.
૩૦. VivaahMarriage.com કોઈ પણ માહિતી, તેમાંથી થતી કોઈપણ પ્રકારની ભૂલ-ચૂક, પોસ્ટ, ઈમેઈલ દ્વારા મોકલવામાં આવેલી અથવા સર્વિસનો ઉપયોગ કરીને શેર કરાયેલી કોઈ પણ માહિતીના પરિણામે થનારી કોઈપણ પ્રકારની નુકશાની કે હાનિ માટે જવાબદાર રહેશે નહીં.
૩૧. VivaahMarriage.com સાઇટ પર પોસ્ટ કરેલી માહિતીની અધિકૃતતા ચકાસવાનો અધિકાર અનામત રાખે છે. આ અધિકારનો ઉપયોગ કરતી વખતે, VivaahMarriage.com તમારા દ્વારા પોસ્ટ કરેલી માહિતીને સમર્થન આપવા કોઈપણ દસ્તાવેજી અથવા અન્ય પ્રકારના પુરાવા પ્રદાન કરવા માટે કહી શકે છે. જો તમે VivaahMarriage.com ના સંતોષ માટે આવા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો VivaahMarriage.com, તેના સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, રિફંડ વિના તમારી મેમ્બરશીપ રદ કરી શકે છે.
32. તમે VivaahMarriage.com પર તમારી પ્રોફાઇલના મેચમેકિંગ સર્વિસના હેતુ માટે છો, તમે VivaahMarriage.com દ્વારા કોઈપણ પ્રોડક્ટ ખરીદી કે વેચી શકતા નથી.
33. તમે VivaahMarriage.com ના અન્ય મેમ્બરને કોઈપણ જંક ઇમેઇલ અથવા SMS મોકલશો નહીં.
૩૪. જો કેન્ડિડેટ અપમાનજનક, અશ્લીલ અથવા જાતીય લક્ષી સંદેશો મોકલે છે કે પ્રદર્શિત કરે છે, તો તેમની મેમ્બરશીપ કોઇપણ જાણકારી આપ્યા વિના આપમેળે રદ કરવામાં આવશે. આવા કિસ્સામાં કાનૂની પગલાં પણ લેવાઈ શકે છે. VivaahMarriage.com પાસે પ્રાપ્ત થયેલી માહિતીમાં યોગ્ય તેવા ફેરફાર કરવાનો અધિકાર રહે છે.
૩૫. જો VivaahMarriage.com ને કોઈપણ સ્ત્રોતમાંથી કેન્ડિડેટ અંગે ભ્રામક માહિતી અથવા બેવડી પ્રોફાઇલ મળે છે, તો VivaahMarriage.com કોઈપણ કારણ આપ્યા વિના સભ્યપદ સસ્પેન્ડ કરવાનો અધિકાર અનામત રાખે છે.
૩૬. VivaahMarriage.com વેબસાઇટ ફક્ત લગ્ન હેતુ માટે છે. કોઈપણ વ્યક્તિ આ વેબસાઇટના કન્ટેન્ટ અથવા માહિતીનો ઉપયોગ કે પ્રસારણ કરી શકતી નથી. VivaahMarriage.com ની માલિકીની માહિતી અથવા કોપીરાઈટ અધિકારોનું ઉલ્લંઘન કરવું ગેરકાયદેસર ગણાશે, અને આવી સ્થિતિમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
૩૭. VivaahMarriage.com કોઈપણ વ્યક્તિને થયેલા નુકસાન માટે જવાબદાર નથી, અને કોઈ પણ વ્યક્તિ VivaahMarriage.com સામે કોઈપણ પ્રકારનો દાવો કરી શકશે નહીં.
૩૮. તમે સ્વીકારો છો કે ઈન્ટરનેટ અથવા આ વેબસાઇટના ઉપયોગ દરમિયાન તમને કોઈ નુકસાન થાય તો તે માટે VivaahMarriage.com અથવા તેના કોઈપણ કર્મચારી સામે તમે કોઈ દાવો કરી શકશો નહીં.
૩૯.VivaahMarriage.com તમામ જાહેરાતો અને જાહેર પોસ્ટિંગ્સને નિરીક્ષણ અને નિયંત્રિત કરવાનો અધિકાર રાખે છે. અન્ય યુઝર્સ (અનધિકૃત યુઝર્સ અને હેકર્સ સહિત) દ્વારા પોસ્ટ કરાયેલ અપમાનજનક અથવા અશ્લીલ માહિતી માટે VivaahMarriage.com જવાબદાર નથી.
૪૦. જો કોઈ મેમ્બર તેની મેમ્બરશીપ રદ કરવા માંગે, તો તે કારણ સહિતની ઓનલાઈન રિકવેસ્ટ Email ID chandni@vivaahmarriage.com પર મોકલી શકે છે. જો કે, મેમ્બર દ્વારા ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં. આ ઓપ્શનનો ઉપયોગ કરતા પહેલા VivaahMarriage.com સાથે સંપર્ક કરવો મેમ્બરના હિતમાં છે. અથવા એના માટે મેમ્બર ઇમેઇલ, ફીડબેક અથવા હેલ્પ દ્વારા કનેક્ટ કરી શકો છો.
૪૧. VivaahMarriage.com સંજોગો અનુસાર સમયસર તેની વેબસાઇટમાં ફેરફાર કરવાનો અધિકાર રાખે છે. વેબસાઇટના બધા કેન્ડિડેટ્સ અને યુઝર્સ આ ફેરફારોનું પાલન કરવા સંમત હોય છે અને જો કોઈ યુઝર્સ આવા ફેરફારોને સ્વીકારવા ઇચ્છતો ન હોય, તો તે વેબસાઇટનો ઉપયોગ બંધ કરી શકે છે. આવા કિસ્સામાં કોઈ ફી પરત કરવામાં આવશે નહીં.
૪૨. VivaahMarriage.com પોતાની વેબસાઇટ અને તમામ સંબંધિત સેવાઓ પર સંપૂર્ણ માલિકી હક ધરાવે છે અને તે હકોના રક્ષણ અને જાળવણીનો અધિકાર રાખે છે.
૪૩. સાઇટ પર VivaahMarriage.com અને તેના લાઇસન્સર્સની કૉપિરાઇટ થયેલી માહિતી, ટ્રેડમાર્ક અને અન્ય માલિકી હકો શામેલ છે.
૪૪. તમે એવી કોઈપણ માલિકીની માહિતીની નકલ, ફેરફાર, પ્રકાશન, પ્રસારણ, વિતરણ, પ્રદર્શન અથવા વેચાણ કરી શકતા નથી.
૪૫. તમે અહીં VivaahMarriage.com ને સંપૂર્ણ અને કાયમી લાઇસન્સ આપો છો કે તે માહિતીનો ઉપયોગ, સંગ્રહ, પ્રકાશન, પુનરાવૃત્તિ, નકલ તૈયાર કરવી, ફેરફાર અને જાહેર પ્રદર્શન કરવાનો અધિકાર ધરાવે છે. VivaahMarriage.com આ માહિતી પોતાની સાઇટના સભ્યોને સમયાંતરે પ્રસ્તુત કરી શકે છે.
૪૬. VivaahMarriage.com ના કેન્ડિડેટ તરીકે તમે સબમિશન દ્વારા, અમારી શરતો અને નિયમો સાથે સંમતિ દર્શાવો છો.
આ ઉપયોગની શરતો અને સંમતિ ફોર્મને સ્વીકારીને, તમે સ્પષ્ટ રીતે સંમત થાઓ છો કે તમારું વ્યક્તિગત ડેટા — જેમ કે પહેલું નામ, છેલ્લું નામ, સંપૂર્ણ નામ, જન્મ તારીખ, સંપર્ક વિગતો, સરનામું, જેન્ડર અને કોઈપણ ગવર્મેન્ટ ID નંબર ("ક્રેડિટ માહિતી") — VivaahMarriage.com દ્વારા ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની (CIC)ના ટૂલ્સ, અલ્ગોરિધમ અને ઉપકરણોનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરવામાં અને શેર કરવામાં આપત્તિ નથી. તેમજ, તમે એવી પ્રક્રિયા માટે સંપૂર્ણ અને સ્પષ્ટ સંમતિ આપો છો.
VivaahMarriage.com તમારી ક્રેડિટ માહિતીને તમારા અધિકૃત પ્રતિનિધિ તરીકે ઍક્સેસ કરશે અને તે માહિતીનો ઉપયોગ માત્ર લિમિટેડ એન્ડ યુઝર પરમિટેડ હેતુ માટે કરશે, જે VivaahMarriage.com દ્વારા તમને ઉપલબ્ધ કરાવેલી સર્વિસ સાથે સંબંધિત હશે. CIC અને VivaahMarriage.com બંને એ ક્રેડિટ માહિતીને પ્રોટેક્ટ અને કોન્ફીડેન્સીયલ રાખવાની જવાબદારી સ્વીકારે છે.
નીચે આપેલ સૂચિ તે પ્રકારના કન્ટેન્ટ માટે સૂચક છે, જેને સાઇટ પર ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત માનવામાં આવે છે. VivaahMarriage.com આ બાબતની તપાસ કરશે અને તેના એકમાત્ર અધિકાર હેઠળ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરશે. તેમાં અયોગ્ય સંદેશાઓ અથવા કન્ટેન્ટને સર્વિસમાંથી દૂર કરવું અને આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા મેમ્બરની મેમ્બરશીપ (રિફંડ વગર) રદ કરવી સહિતના પગલાં સામેલ થઈ શકે છે.
૧. જો કોઈ મેમ્બર કોમ્યુનિટી માટે અપમાનીય વર્તન કરે, જેમ કે એવાં કન્ટેન્ટ પોસ્ટ કરે જે જાતિવાદ, અંધશ્રદ્ધા, દ્વેષ અથવા કોઈ વ્યક્તિ કે જૂથ સામે શારીરિક હાનિ માટે ઉશ્કેરણા આપે, તો તે અમાન્ય ગણાશે.
2. બીજા વ્યક્તિને હેરાનગતિ થાય તેવી કોઈપણ પ્રવૃતિ — જેમ કે 'જંક મેઇલ', 'ચેઇન લેટર્સ' અથવા અનિચ્છનીય રીતે મોટી સંખ્યામાં ઈમેઈલ મોકલવાની ક્રિયા (સ્પેમિંગ) — એ અમાન્ય ગણાશે
3. ખોટી અથવા ભ્રામક માહિતીનો પ્રચાર કરવો, અથવા આવી માહિતીનો પ્રસાર કરવો જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કે દુર્વ્યવહારભર્યા, ધમકીજનક, અશ્લીલ, અપમાનજનક અથવા નિંદાત્મક વર્તનને પ્રોત્સાહન આપે, તે અમાન્ય ગણાશે.
4. અન્ય વ્યક્તિના કૉપિરાઈટધારક કામની ગેરકાયદેસર અથવા અનધિકૃત નકલનો પ્રચાર કરવો — જેમ કે પાયરેટેડ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અથવા તે સંબંધિત લિંક્સ ઉપલબ્ધ કરાવવી — અમાન્ય ગણાશે.
5. ઉત્પાદક દ્વારા ઇન્સ્ટોલ કરાયેલા કોપી પ્રોટેક્શન ઉપકરણોને ટાળવા માટેની માહિતી આપવી, પાયરેટેડ સંગીત અથવા તેની લિંક્સ ઉપલબ્ધ કરાવવી, કોઈપણ પ્રકારનું અશ્લીલ અથવા જાતીય રીતે સ્પષ્ટ સામગ્રી પ્રદર્શિત કરવી, અથવા ગેરકાયદેસર હથિયાર બનાવવા કે ખરીદવા વિશે સૂચનાત્મક માહિતી આપવી — આ તમામ પ્રવૃત્તિઓ અમાન્ય ગણાશે.
6. કોઈની વ્યક્તિગત ગોપનીયતા ભંગ કરવી અથવા કમ્પ્યુટર વાયરસ બનાવવો કે વહેંચવો અમાન્ય ગણાશે.
7. અમારી પૂર્વલિખિત મંજૂરી વિના કોઈપણ વ્યાવસાયિક પ્રવૃત્તિ અથવા વેચાણની પ્રવૃત્તિઓમાં જોડાવું — જેમ કે સ્પર્ધાઓ, સ્વીપસ્ટેક્સ, બાર્ટર, જાહેરાતો અથવા પિરામિડ યોજનાઓ ચલાવવી — અમાન્ય ગણાશે
તમે કોઈપણ કૉપિરાઇટ કરાયેલ કોન્ટેન્ટ, ટ્રેડમાર્ક્સ અથવા અન્ય માલિકીના હક્ક ધરાવતી માહિતીની કોઇપણ રીતે પોસ્ટિંગ, ડિસ્ટ્રીબ્યુટ અથવા રીપ્રોડ્યુસ કરી શકતા નથી, તે માટે માલિકની પૂર્વલિખિત મંજૂરી લેવી જરૂરી છે. ઉપરોક્ત બાબતોને મર્યાદિત કર્યા વિના, જો તમને લાગે કે તમારું કાર્ય VivaahMarriage.com સર્વિસ પર કૉપિરાઇટ ઉલ્લંઘનરૂપે કોપી અને પોસ્ટ કરવામાં આવ્યું છે, તો કૃપા કરી અમને માહિતી આપો.
કૉપિરાઇટ ઉલ્લંઘનના દાવા અંગેની સૂચના અમને લેખિત રૂપે મોકલી શકાય છે, જે માટે સાઇટના Help/Contact વિભાગ હેઠળ મુકાયેલા સુરત સરનામા પર સંપર્ક કરી શકો છો.
તમે VivaahMarriage.comના અન્ય મેમ્બર્સ સાથે થયેલા તમારા સંવાદ અથવા જાહેરાત માટે સંપૂર્ણ રીતે જવાબદાર છો. મેમ્બર્સ વચ્ચે થયેલા કોઈપણ વ્યવહારો અથવા વાતચીત માટે VivaahMarriage.com કોઈ પણ પ્રકારની જવાબદારી લેતું નથી.
VivaahMarriage.com સાઇટ તથા તેની સેવાઓનો ઉપયોગ અમારી પ્રાઇવસી પોલિસી હેઠળ થાય છે, અને અમે તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે યોગ્ય નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરીએ છીએ.
લિંક્: https://vivaahmarriage.com/index/privacy-policy
VivaahMarriage.com આ વેબસાઇટ પરના તમામ કન્ટેન્ટના અધિકાર ધરાવે છે. તેમાં ટેક્સ્ટ, ફોટા, લોગોઝ, બટન આઇકોન્સ, ઈમેજીસ, ઓડિયો ક્લિપ્સ, ડિજિટલ ડાઉનલોડ્સ, ડેટા, સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રી VivaahMarriage.com ની વિશિષ્ટ મિલ્કત છે અને તે વૈશ્વિક કૉપીરાઇટ કાયદાઓ હેઠળ સુરક્ષિત છે. જો કોઈ વ્યક્તિ આ અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો તેને કાનૂની પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
તમામ ચિહ્નો સહિત લોગોઝ, ઈમેજીસ, પેજ હેડર્સ વગેરે VivaahMarriage.com ના રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. લેખિતમંજૂરી વિના કોઇ તેનો ઉપયોગ કરે તો તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.
રજીસ્ટર્ડ ઉમેદવારોને VivaahMarriage.com દ્વારા આપવામાં આવેલા અધિકાર અનુસાર, મર્યાદિત પ્રવેશ અધિકાર આપવામાં આવે છે. તેઓ ફક્ત જરૂરી માહિતી મેળવી શકે છે. જો કે, કોઈપણ વ્યક્તિ આ સાઇટની સામગ્રીનો પુનર્વેચન, નકલ, પ્રતિલિપિ કે અન્ય કોઈપણ વ્યાવસાયિક હેતુ માટે પુનઃઉપયોગ કરી શકે નહીં. અન્યથા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ ઉમેદવારો માટે તેમનું યુઝર આઈ.ડી. અને પાસવર્ડ ગુપ્ત રાખવું અનિવાર્ય છે. જો પાસવર્ડ ત્રીજાપક્ષ દ્વારા દુરુપયોગ થાય છે તો VivaahMarriage.com તેની જવાબદારી લેશે નહીં.
યોગ્ય જણાતા ઉમેદવાર સાથે વાતચીત કરવી એ ઉમેદવારની સંપૂર્ણ જવાબદારી છે. VivaahMarriage.com આવા મામલાઓમાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. બંને પક્ષના ઉમેદવારોએ પરસ્પર સંપર્ક અને વાતચીત પોતાની જવાબદારી પર કરવી પડશે અને પસંદગી પૂર્વે પ્રોફાઇલની પ્રમાણિકતા ખાતરી લેવી પડશે.
જો ઉમેદવારને VivaahMarriage.com તરફથી સહાય જોઈએ હોય, તો તે ફી પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવી સ્થિતિમાં VivaahMarriage.com તમારા રુચિ અનુસાર યોગ્ય જીવનસાથી શોધવામાં સહાય કરવા પ્રયાસ કરશે.
VivaahMarriage.com ઉમેદવારોની માહિતી ઉપલબ્ધતા મુજબ આપે છે. જો કોઈ વિશિષ્ટ ઉંમર જૂથ અથવા પસંદગીઓ મુજબ યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ ન હોય, તો VivaahMarriage.com તેના માટે જવાબદાર રહેશે નહીં.
સભ્યતા ૧ વર્ષ અથવા 6 મહિના માટે માન્ય છે અને ફી નોન-રીફંડેબલ છે. ત્યારબાદ દર વર્ષે નિર્ધારિત ફી ચૂકવીને તેને નવપાત્ર બનાવવી રહેશે.
જો કોઈ વ્યક્તિ જાહેરાત અથવા ઉમેદવારના પ્રોફાઇલની માહિતી પર આધાર રાખે છે, તો તેની ખાતરી કરવી તેની પોતાની જવાબદારી રહેશે. VivaahMarriage.com તેમાં દર્શાવાયેલ વિગતો અથવા અભિપ્રાયોની પુષ્ટિ કરે છે એ જરૂરી નથી.
સાઇટ કેવી રીતે માહિતી એકત્રિત કરે છે/ટ્રેક કરે છે?
VivaahMarriage.com પોતાના ઉમેદવારો પાસેથી માહિતી એકત્રિત કરે છે જેથી તેઓની જરૂરિયાતો પૂરી કરી શકે અને તેમને સહાયક અનુભવ મળી રહે.
VivaahMarriage.com દ્વારા ઉમેદવારોએ તેમના બંને મોબાઈલ નંબર અને લૅન્ડલાઇન નંબર આપવાનું જણાવ્યું છે જેથી સંપર્ક કરવાની પ્રક્રિયા સરળ બને.
ઉમેદવારોની માહિતી VivaahMarriage.com દ્વારા સંપૂર્ણ જવાબદારી અને કાળજી સાથે ગુપ્ત રાખવામાં આવે છે. જો અમાન્ય વ્યક્તિઓ દ્વારા માહિતી લીક થાય કે ટેક્નિકલ ખામીથી માહિતી બહાર જાય, તો VivaahMarriage.com તેની જવાબદારી લેશે નહીં.
તમામ ઉમેદવારો VivaahMarriage.com ને ખાતરી આપે છે કે તેમની પ્રવૃત્તિથી કંપની કે તેના કર્મચારીઓ કે પ્રતિનિધિઓને કોઇ નુકસાન કે ખોટ થાય તો તે તેના માટે જવાબદાર રહેશે અને તે ભરપાઈ કરશે.
VivaahMarriage.com પ્રયાસ કરે છે કે તેનું પ્લેટફોર્મ સતત ઉપલબ્ધ અને ભૂલમુક્ત રહે. જો કોઈ કારણસર સાઇટ ઉપલબ્ધ ન રહે, મેન્ટેનન્સમાં હોય કે ટેક્નિકલ ખામી થાય, તો VivaahMarriage.com કોઈ જવાબદારી સ્વીકારતું નથી. સાઇટ પર દર્શાવેલી માહિતીની ચોકસાઇ, સચ્ચાઈ કે વિશ્વસનીયતા અંગે પણ કંપની કોઇ ખાતરી આપતી નથી.
VivaahMarriage.com તમામ ઉમેદવારોની સેવા માટે સંપૂર્ણ કાળજી રાખે છે. કોઈ ફરિયાદ હોય તો ઓનલાઇન સપોર્ટ દ્વારા કરી શકાય છે. VivaahMarriage.com તેમને ઉકેલવા પ્રયાસ કરશે, પણ જો પરિસ્થિતિ અનિવાર્ય હોય કે ફરિયાદ અસંગત હોય, તો તે સ્વીકારવામાં નહીં આવે. ઉમેદવારોએ તેને માન્ય માનવું પડશે.
આ વેબસાઇટ સુરત (ગુજરાત) ની ન્યાયિક સીમા હેઠળ આવે છે.